Category Archives: અન્ય પ્રેરક વાંચન

શાંત પળો માં – ગિજુભાઈ બધેકા

Image

ઘડીભર રાજદ્વારી પ્રપંચ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર વકીલી કાવાદાવા છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર વેપાર ની ગડમથલ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર કાવ્ય-સંગીતને છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર ભાઈબંધ-મિત્રોને છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર પ્રભુભજન ને પણ છોડી દે
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર જીવન-સમગ્ર વીસરી જા
ને તારા બાળક સાથે રમ.
ઘડીભર ગડમથલિયા જગત ને ફેંકી દે
ને તારા બાળક સાથે રમ.
– – – – –

બાળ સાહિત્યકાર ગિજુભાઈ બધેકા ની આ ઉત્તમ રચના જયારે મને ઓફીસ માં મિત્ર ચિંતન છાયા એ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ના bookmark સ્વરૂપે આપી ત્યારે બધું કામ પડતું મૂકી, ઘરે જઈ ને હસતા-રમતા મારા બાળકો ને મળવા નું મન થઇ આવ્યું.

માટી ને ચાકડા પર ચડાવવા થી ઘડો આપોઆપ નથી બની જતો. કુંભારે બાજુ માં બેસી ફરતા ચાખડા પર હાથે થી એ માટી ને ઘડી ને આકાર આપવો પડે છે. બાળક એની જાતે જ ઘડાઈ જશે એવું માનવું એ માં-બાપ તરીકે ની સૌથી મોટી ભૂલ ગણી શકાય.

માન્યું કે નોકરીઓ હવે અઘરી થઇ ગઈ છે અને સ્પર્ધાત્મક માહોલ માં આગળ રહેવા માટે સતત મેહનત કરવી પડે છે. મેં લોકો ને એવું કહેતા સાંભળ્યા છે, “આપણે આ બધી મહેનત કરી ને જે કંઈ કમાઈયે છીએ તે કોના માટે છે? બાળકો માટેજ વળી!” સાચી વાત, પણ બાળક ના ઘડતર ને કમાણી સાથે કોઈ સંબંધ નથી; એને તો સમય જોઈએ. સાચા શિક્ષણ ની શરૂઆત બાળક સાથે સમય વિતાવવા થી જ થાય છે – સાથે રમવું, હસતા રમતા જોવા, એને ભૂલ કરવા દેવી, કરેલી ભૂલો માં થી શીખવા દેવું, આસપાસ ના વિશ્વ ની સમજ આપવી, વાર્તાઓ કરવી, સંસ્કારો નું સિંચન કરવું એ પૈસા કમાવા કરતા પણ વધારે અગત્ય નું (અને કદાચ વધારે અઘરું પણ) છે. બાળકો મોટા થઇ જાય પછી એમ કહેવું “છોકરાઓ ક્યાં મોટા થઇ ગયા એ ખબર જ ન પડી!” એ કઈ ગર્વ લેવા જેવી વાત નથી.

ગિજુભાઈ બધેકા ની આ કૃતિ એ મને પણ એવી પ્રતીતિ કરાવી કે તમારા બાળક સાથે સમય વિતાવવો એ તેમને પ્રેમ કરવાની એક એવી રીત છે જેનાથી સંબંધ ના તાંતણા મજબુત બને છે અને બાળક નો આત્મ-વિશ્વાસ પણ! તેમની કહેલી અને મારા સુધી પહોંચેલી આ વાત હું યાદ રાખીશ. મારી સાત વર્ષ ની દીકરી અને આઠ મહિના નો દીકરો તેમના કલરવ થી ઘર ને એવી રીતે મલકતું રાખે છે જેમ એક ઝાડ ને તેમાં કલરવ કરતા પક્ષીઓ.

તો જો ઘર માં નાનું બાળક હોય તો ગિજુભાઈ કહે છે તેમ “તારા બાળક સાથે રમ” અને જો ઘર માં નાનું બાળક ન પણ હોય તો કદાચ એવું કહી શકાય કે “તારી અંદર રહેલા અને જીવતા એવા બાળક સાથે રમ.”

તન્મય વોરા – લખ્યા તા: 17-May-2013

એ મારું ઘર છે

જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે
અ માર્ગ પછી ની મંજિલ એ મારું ઘર છે,
ને કદી જીવન ની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછી ની મંજિલ પણ મારું ઘર છે!

– હરીન્દ્ર દવે

– – – – –

ઘર એટલે ચાર દીવાલ
ઘર એટલે ચાર દિ’ વ્હાલ

– – – – –

સબ કા ખુશી સે ફાસલા એક કદમ હૈ
હર ઘર મેં બસ એક કમરા કમ હૈ!

હું એક જ છું.

જીવન ના અંતિમ ઉચ્છવાસ સુધી
જીવન સમાપ્ત થતું નથી.
અ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી,
એ અદ્વિતીય હોય અથવા ના હોય શકે
પણ એનો દ્વિતિય નથી,
એના અંગુઠા ની છાપ, એના અક્ષરો નો મરોડ,
એના અવાજ ની ગહરાઈ, એના ચહેરા ની રેખાઓ,
એના અનુભવ નો ગ્રાફ ,
એના ભૂતકાળ ના ઉભાર ઉતાર,
એના રક્તસંબંધો અને દીલસંબંધો,
એનું પતિત્વ, પિતાત્વ-પુત્રત્વ અને સ્વત્વ અને
અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈ ને
એક એવા બિંદુ પર આવી ને ઉભા રહી જાય છે
જયારે કહી શકે છે:
એકો અહં, દ્વિતીયો નાસ્તિ…
ન ભૂતો ન ભવિષ્યતિ …


હું એક જ છું.
મારા જેવો બીજો નથી.

ઈગો – ચંદ્રકાંત બક્ષી માં થી સાભાર 

પ્રોએક્ટીવ/રીએક્ટીવ જીવન

કાં તો આપણે આપણા અસ્તિત્વ ના કેન્દ્રબિંદુ માં થી જીવીએ છીએ, કાં તો લોકો જીવાડે એક જીવીએ. પ્રથમ ને અંગ્રેજી માં કહે છે પ્રોએક્ટીવ, બીજા ને રીએક્ટીવ. અધ્યાત્મ ની ભાષા માં કહીએ તો અધર ઓરિયેન્ટેડ. પ્રથમ છે દીવો, બીજું છે અરીસો. દીવો સ્વયં પ્રકાશે, રેડીયેટ કરે – એની રોશની કોઈ પર અવલંબિત નથી. જયારે અરીસો તો સામે આવે છે એને દર્શાવે, રીફ્લેકટ કરે, એની પોતાની પાસે સ્વયં નું કોઈ અજવાળું નથી.
– Small સત્ય, મુકેશ મોદી, દિવ્ય ભાસ્કર ૧૧/૦૧

વિવેકાનંદ વિચાર

જે કંઈ કરો તે બધું યજ્ઞરૂપે કે ઈશ્વરને સમર્પણરૂપે કરો. સંસારમાં રહો ભલે, પણ સંસારના થઈને ન રહો. કમળના પાંદડાની જેમ રહો. કમળનું મૂળ કીચડમાં છે, પણ તે સર્વદા અલિપ્ત રહે છે. લોકો તમને ગમે તે કરે છતાં તમારો પ્રેમ સૌને આપો. અંધ મનુષ્ય રંગ નથી જોઈ શકતો, તે જ પ્રમાણે અનિષ્ટ આપણામાં ન હોય તો આપણે તે કેવી રીતે જોઈ શકીએ ? – સ્વામી વિવેકાનંદ

ભગવાનની ટપાલ – ગુણવંત શાહ

આપણી પૃથ્વી પર કાયમી કશુંય નથી. પૃથ્વી પણ કાયમી નથી. પરિવર્તનતા જ કાયમી છે. આવી આછીપાતળી સમજણ પણ આપણને રાગદ્વેષ અને માયા-મમતાથી મુક્ત કરનારી છે. આપણે સતત વહેતા કાળના કન્વેયર બેલ્ટ પર બેઠાં છીએ. આપણું કહેવાતું ‘કાયમી સરનામું’ સાવ હંગામી છે. વખત પાકે ત્યાં ચાલતાં થવાનું છે. આપણું ઘર પણ એક અર્થમાં ગેસ્ટહાઉસ છે. આવી ગેસ્ટહાઉસવૃત્તિ પ્રાપ્ત થાય તો જીવનના ઘણા ઉધામા શાંત પડી જાય. ભગવાન હસે છે ક્યારે ? જ્યારે માણસ ભાવિ યોજનાઓ ઘડવામાં જીવવાનું જ ભૂલી જાય ત્યારે ભગવાન હસી પડે છે.

વધુ વાંચો: રીડ ગુજરાતી પર (અને હા, “ભગવાન ની ટપાલ” પુસ્તકે વાંચવા નું ચૂકતા નહીં! )

સાચી પ્રાર્થના

કાર્યરત રહેવું….
…. એજ પ્રાર્થના છે.

માં

સંગીત કેરી સરગમ નો જેમ
પહેલો સ્વર છે “સા”,
જીવન કેરી સરગમ કેરો
સાચો સ્વર છે “માં”!

– તુષાર શુક્લ

મારું ઘર

જ્યાં રોજ સાંજ ઢળતાંચરણો વળતાં મેળે
અ માર્ગ પછી ની મંઝીલ એ મારું ઘર છે;
ને કડી જીવન ની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું
એ માર્ગ પછી ની મંજિલ પણ મારું ઘર છે
– હરીન્દ્ર દવે

મૃત્યુ વિષે…

આવ્યો,
તમાશો જોયો
ને “તન્મય” થઇ ગયો,
ભૂલી ગયો કે પાછું ઘેર પણ જવાનું છે!