અમારા વિષે

nmv

મૂળ ભુજ ના, દાર-એ-સલામ (આફ્રિકા) માં જન્મેલા અને હાલ અમદાવાદ સ્થિત શ્રી નયનેશ વોરા ને નાનપણ થી જ વાંચવા અને લખવા નો શોખ. તેઓ ભુજ ની લાલન કોલેજ માં થી અર્થશાસ્ત્ર માં સ્નાતક થયા અને ત્યાર બાદ વડોદરા ની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય માં થી ગ્રંથાલય શાસ્ત્ર માં સ્નાતક થયા અને ટેકનીકલ શિક્ષણ હેઠળ ની ઈજનેરી કોલેજો માં લાઈબ્રેરિયન તરીકે 33 વર્ષ સુધી પ્રવૃત રહ્યા. આ દરમ્યાન આકાશવાણી, ભુજ અને રાજકોટ કેન્દ્ર પર થી એમના લખેલી લગભગ 30 થી પણ વધુ ટૂંકી વાર્તઓ અને નાટકો પ્રસારિત થયા છે. આ ઉપરાંત તેમણે તત્કાલીન સામયિકો જેમ કે “ચાંદની અને “આરામ” માં પણ પોતાની કૃતિઓ પ્રદાન કરેલ છે.

અમદાવાદ સ્થિત તન્મય વોરા ની શબ્દ સાથે ની સફર ની શરૂઆત એમના પિતા દ્વારા મળતી પ્રેરણા થી થઇ. તેઓ ક્વોલિટી અને મેનેજમેન્ટ ના કન્સલ્ટન્ટ છે અને સાથે સાથે QAspire નામ ના પ્રખ્યાત બ્લોગ ના પ્રણેતા છે. ક્વોલીટી અને મેનેજમેન્ટ ના ક્ષેત્ર માં તેમને અત્યાર સુધી બે પુસ્તકો લખ્યા છે જે USA થી પ્રકાશિત થયા. આ ઉપરાંત તેઓ વિવિધ સામયિકો માં પોતાના વિચારો/લેખન પ્રદાન કરે છે અને વિવિધ સંસ્થાઓ માં વક્તવ્યો પણ આપ્યા છે. તેઓ ભણ્યા અંગ્રેજી માધ્યમ માં પણ ગુજરાતી ભાષા તેમની પ્રિય છે (અને માતૃભાષા તરીકે હોવી પણ જોઈએ જ) અને એજ પ્રીતિ નો ઈઝહાર શબ્દ સ્વરૂપે અહીં કરવા નો પ્રયત્ન કરે છે. એમના વિષે વધુ અહીં વાંચો.

Leave a comment