કાગળ ઉપર

kagalupar

જીવિત જન્મ ના દાખલા થી મોત ના પ્રમાણ સુધી
જિંદગી આખી ટિંગાય છે માણસ કાગળ ઉપર

મરોડદાર અક્ષરો કહેવાય છે પ્રતિબિંબ માણસ નું
પગ થી માથા સુધી વંચાય છે માણસ કાગળ ઉપર

અસત્યો અનેક ફેલાયેલા છે માણસ ની આસપાસ
લાગે છે સત્ય જાણે ફંટાય છે માણસ કાગળ ઉપર

બે ચાર છુટા છવાયા મકાનો હોય છે નકશા ઉપર
આલીશાન નગર કલ્પાય છે માણસ કાગળ ઉપર

બોલ્યું બધું મિથ્યા છે એ સમજો હવે તો સારું
લખેલું હોય તે વંચાય છે માણસ કાગળ ઉપર

માન-મરતબો , મિલ્કત, બેંક-બેલેન્સ જિંદગી સુધી
કેવી હતી શોહરત અંકાય છે માણસ કાગળ ઉપર.

– – – – –

નયનેશ વોરા લખ્યા તા:11-02-2002, મોરબી ખાતે

– – – – –

શબ્દપ્રીત નો સ-રસ પરિચય વાંચકો ને આપવા બદલ webgurjari.in નો આભાર.

One thought on “કાગળ ઉપર

  1. Ramesh Patel April 25, 2013 at 11:32 pm Reply

    વિચારોના વૃન્દાવનની સરસ મહેક આપની રચનાઓ થકી પ્રસરી છે…ખૂબ ખૂબ અભિનંદન..મૌલિક કૃતિઓ માટે.

    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a comment